Home ઉત્તર ગુજરાત સમાચાર Influencer Chandan Rathod Accident: ગુજ્જુ લવ ગુરુના ઘરે પહોંચ્યા રાકેશ બારોટ, પરિવારને પાઠવી સાંત્વના
ઉત્તર ગુજરાત સમાચાર

Influencer Chandan Rathod Accident: ગુજ્જુ લવ ગુરુના ઘરે પહોંચ્યા રાકેશ બારોટ, પરિવારને પાઠવી સાંત્વના

Share this article WhatsApp Facebook Telegram

Influencer Chandan Rathod Accident: સોશિયલ મીડિયા પર Gujju Love Guru તરીકે જાણીતા ચંદનસિંહ રાઠોડના અચાનક નિધનથી પરિવારજનો, મિત્રો, ચાહકો અને ગુજરાતી કલાકારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ચંદન રાઠોડના અવસાનના સમાચાર મળ્યા બાદ જાણીતા ગુજરાતી કલાકાર રાકેશ બારોટ તેમના વતન ખાતે આવેલા ઘરે પહોંચ્યા હતા. તેમણે પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને આ દુઃખની ઘડીમાં પરિવારને સાંત્વના આપી હતી.

રાકેશ બારોટે ચંદનસિંહ રાઠોડના પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. તેમણે ચંદન રાઠોડના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અચાનક થયેલા આ દુઃખદ બનાવથી પરિવાર પર આવી પડેલી મુશ્કેલીમાં રાકેશ બારોટ પરિવારની સાથે ઊભા રહ્યા હતા.

ચંદન રાઠોડના નિધન બાદ સોશિયલ મીડિયા પર પણ તેમના ચાહકો દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. પોતાના કોમેડી વીડિયો અને અલગ અંદાજથી લોકોના ચહેરા પર સ્મિત લાવનાર ચંદન રાઠોડનું આ રીતે અચાનક ચાલ્યા જવું તેમના પરિવાર અને ચાહકો માટે મોટો આઘાત છે.

ચંદન રાઠોડના ઘરે પહોંચ્યા રાકેશ બારોટ

વાવ-થરાદ વિસ્તારમાં આવેલા ચંદનસિંહ રાઠોડના ઘરે રાકેશ બારોટ પહોંચ્યા હતા. ચંદન રાઠોડના નિધન બાદ પરિવારજનો શોકમાં છે ત્યારે રાકેશ બારોટે પરિવારની મુલાકાત લઈને તેમની સાથે વાતચીત કરી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે પરિવારને હિંમત આપી હતી અને ચંદન રાઠોડના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રાકેશ બારોટે દિવંગત ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપીને તેમના પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં ધીરજ રાખવા સાંત્વના આપી હતી.

ચંદન રાઠોડના અચાનક અવસાન બાદ ગુજરાતી સોશિયલ મીડિયા અને કલાકારોના વર્તુળમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. અનેક લોકો તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

Gujju Love Guruનો અકસ્માત કેવી રીતે થયો?

વાવ-થરાદના સુઈગામ પંથકના વતની ચંદનસિંહ રાઠોડ સોશિયલ મીડિયા પર Gujju Love Guru નામથી જાણીતા હતા. તેમના કોમેડી વીડિયો અને મજેદાર અંદાજને કારણે તેમને મોટી સંખ્યામાં લોકો ફોલો કરતા હતા.

17 સપ્ટેમ્બર 2026ના રોજ ભાભર-સુઈગામ હાઈવે પર હરિધામ ગૌશાળા નજીક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ ચંદન રાઠોડ પોતાની ટીમ સાથે વીડિયો શૂટિંગ પૂર્ણ કરીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતી અન્ય એક બાઈક સાથે તેમની બાઈક અથડાઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે ચંદન રાઠોડ બાઈકથી આશરે 25 ફૂટ દૂર ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં તેમના માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

અકસમાત બાદ શરૂઆતમાં આ ઘટના બાઈક સ્લિપ થવાથી બની હોવાની ચર્ચા હતી. જોકે, બાદમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ઘટનાની તપાસ કરવામાં આવી હતી. ભાભર પોલીસે આ મામલે ફરિયાદ નોંધી અન્ય બાઈક ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

સુઈગામમાં ચંદન રાઠોડને અંતિમ વિદાય

ચંદન રાઠોડના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં તેમના ચાહકોમાં શોક ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર પણ મોટી સંખ્યામાં લોકોએ ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપી હતી.

તેમના વતન સુઈગામમાં જ્યારે અંતિમ યાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ચંદન રાઠોડના ચાહકો, સ્થાનિક લોકો તેમજ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલા સાથી કલાકારોએ અંતિમ યાત્રામાં હાજરી આપી હતી.

ચંદન રાઠોડ પોતાના વીડિયો દ્વારા લાંબા સમયથી લોકોનું મનોરંજન કરતા હતા. તેમના અચાનક અવસાનના સમાચારથી તેમના વીડિયો જોનારા અનેક લોકો પણ દુઃખી થયા હતા.

આ પણ વાંચો: Mehsana Police Officers Suspended: મહેસાણામાં 2 PI અને 1 PSI સસ્પેન્ડ, ફરજમાં બેદરકારી બદલ મોટી કાર્યવાહી

પરિવાર માટે શરૂ થયું આર્થિક સહાયનું અભિયાન

ચંદન રાઠોડ સામાન્ય પરિવારમાંથી આવતા હતા અને પરિવાર માટે તેઓ મુખ્ય કમાણી કરનાર વ્યક્તિ હતા. તેમના અચાનક અવસાનથી પત્ની અને બે નાના બાળકો માટે મુશ્કેલી ઊભી થઈ છે.

આ દુઃખદ પરિસ્થિતિમાં ગુજરાતના કેટલાક જાણીતા કલાકારો અને સેવાભાવી લોકો પરિવારની મદદ માટે આગળ આવ્યા છે. કેટલાક કલાકારોએ ચંદન રાઠોડના ઘરે જઈ પરિવારની મુલાકાત લીધી છે અને આર્થિક મદદ પણ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે.

ચંદન રાઠોડના પરિવારને આર્થિક રીતે મદદ મળી રહે તે માટે રૂ. 2 કરોડનું ફંડ એકત્રિત કરવાનું ડિજિટલ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં દેશ-વિદેશમાંથી લોકો જોડાઈ રહ્યા છે અને પોતાની ક્ષમતા પ્રમાણે પરિવારને મદદ કરી રહ્યા છે.

ચંદન રાઠોડના નિધનથી પરિવારને થયેલી ખોટ તો પૂરી થઈ શકે તેમ નથી, પરંતુ મુશ્કેલીના આ સમયમાં ચાહકો, કલાકારો અને અન્ય લોકો દ્વારા આપવામાં આવી રહેલી મદદ પરિવાર માટે મોટો સહારો બની રહી છે.

Influencer Chandan Rathod Accident બાદ ચંદન રાઠોડના પરિવારજનો, મિત્રો અને ચાહકો હજુ પણ શોકમાં છે. રાકેશ બારોટ દ્વારા પરિવારની મુલાકાત લઈને પાઠવવામાં આવેલી સાંત્વના પણ ગુજરાતી કલાકાર જગત તરફથી ચંદન રાઠોડ અને તેમના પરિવાર પ્રત્યેની લાગણી દર્શાવે છે.

આ પણ વાંચો: CM Bhupendra Patel: પ્રોટોકોલ બાજુ પર મૂકી બાળકોને મળ્યા મુખ્યમંત્રી, ગુરુ પૂર્ણિમાના પ્રવાસ દરમિયાન જીત્યા સૌના દિલ

Related News