Home › સરકારી યોજના › Ganotdhara Land Premium Rules: ખેડૂતો માટે મોટા સમાચાર! ગણોતધારાની જમીનના પ્રીમિયમ અંગે સરકારની મોટી સ્પષ્ટતા, 15 વર્ષ સુધી વેચાણ પર પ્રતિબંધ!
સરકારી યોજના

Ganotdhara Land Premium Rules: ખેડૂતો માટે મોટા સમાચાર! ગણોતધારાની જમીનના પ્રીમિયમ અંગે સરકારની મોટી સ્પષ્ટતા, 15 વર્ષ સુધી વેચાણ પર પ્રતિબંધ!

Share this article WhatsApp Facebook Telegram

Ganotdhara Land Premium Rules: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે ગણોતધારા હેઠળ ખેડૂતોને મળેલી જમીનના પ્રીમિયમની ગણતરી અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. ખાસ કરીને જમીનનો કબજો કઈ તારીખથી ગણવો તે મુદ્દે લાંબા સમયથી મૂંઝવણ અને વિવાદ થવાની શક્યતા રહેતી હતી. હવે સરકારે પરિપત્ર બહાર પાડીને અલગ-અલગ સંજોગોમાં કબજાની તારીખ નક્કી કરવા માટે સ્પષ્ટ માપદંડ જાહેર કર્યા છે.

આ નિર્ણયથી ગણોતધારા હેઠળ જમીન મેળવનારા ખેડૂતો તેમજ મહેસૂલ વિભાગના અધિકારીઓને પ્રીમિયમની ગણતરી કરવામાં સરળતા રહેશે. સરકારની આ સ્પષ્ટતાથી કબજાની તારીખ અંગે ઊભા થતા વિવાદો પણ ઘટી શકે છે.

ગણોતધારાની જમીનના કબજાની તારીખ અંગે શું છે સરકારની સ્પષ્ટતા?

મહેસૂલ વિભાગે બે અલગ-અલગ સંજોગો માટે કબજાની ગણતરી કેવી રીતે કરવી તે નક્કી કર્યું છે. તેમાં ગણોતધારાની વિવિધ કલમો હેઠળ નવી અને અવિભાજ્ય શરતે મળેલી જમીનનો સમાવેશ થાય છે.

  1. કલમ 32(ગ) અને 32(ઓ) હેઠળ મળેલી જમીન
  2. ગણોતધારાની કલમ 32(ગ) અને 32(ઓ) હેઠળ નવી અને અવિભાજ્ય શરતે મળેલી જમીનના કિસ્સામાં ગણોતિયાએ જમીનમાલિક પાસેથી ગણોત તરીકે જે વર્ષથી જમીનનો કબજો મેળવ્યો હોય, તે વર્ષથી કબજાની ગણતરી કરવામાં આવશે.

જો મામલતદાર અથવા કૃષિપંચ દ્વારા આ અંગે આખરી હુકમ કરવામાં આવ્યો હોય અને તેને કોઈએ પડકાર્યો ન હોય, તો તે હુકમમાં ગણોતિયાનો હક સ્થાપિત કરતી વખતે દર્શાવેલી અથવા નક્કી કરેલી ‘ડીમ્ડ પરચેઝ’ની તારીખને કબજાના હકની તારીખ માનવામાં આવશે.

અહીં ડીમ્ડ પરચેઝ એટલે ગણોતિયાએ જમીન ખરીદી હોવાનું કાયદા હેઠળ માનવામાં આવતી તારીખ.

જો મામલતદારના હુકમમાં ડીમ્ડ પરચેઝની તારીખ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી ન હોય, તો અરજી સાથે રજૂ કરવામાં આવેલા પુરાવા પૈકીના પહાણીપત્રકમાં ગણોતિયાનો કબજો જે વર્ષથી નોંધાયેલો હોય, તે વર્ષથી કબજાની ગણતરી કરવામાં આવશે.

2. કલમ 32(5)(2)(સી) અને કલમ 43(સી)(4) હેઠળ ફાળવેલી જમીન

ગણોતધારાની કલમ 32(5)(2)(સી) અને કલમ 43(સી)(4) હેઠળ પ્રતિબંધિત સત્તા પ્રકારની નવી અને અવિભાજ્ય શરતે જમીન ફાળવવામાં આવી હોય, તો આવા કિસ્સામાં જમીનનો કબજો ફાળવણીના હુકમની તારીખથી ગણવામાં આવશે.

આ પ્રકારની જમીન અંગે સરકારે 15 વર્ષનો મહત્વપૂર્ણ પ્રતિબંધ પણ સ્પષ્ટ કર્યો છે. જમીન ફાળવણીના હુકમની તારીખથી 15 વર્ષ સુધી આ જમીન વેચી શકાશે નહીં. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન જમીનની જૂની શરતમાં પણ ફેરફાર કરી શકાશે નહીં.

આ પણ વાંચો: Fellowship Scholarship Scheme: સ્વામી વિવેકાનંદ સિંગલ ગર્લ ચાઈલ્ડ ફેલોશિપથી PhD કરતી દીકરીઓને મળશે આર્થિક મદદ

ખેડૂતો માટે સરકારના નવા Ganotdhara Land Premium Rules પરિપત્રનું શું મહત્વ છે?

અગાઉ ગણોતધારા હેઠળ મળેલી જમીનનું પ્રીમિયમ ગણતી વખતે કબજો કયા વર્ષથી ગણવો તે અંગે સ્પષ્ટતા ન હોવાને કારણે મુશ્કેલી ઊભી થતી હતી. ખાસ કરીને મામલતદારના હુકમમાં ડીમ્ડ પરચેઝની તારીખનો ઉલ્લેખ ન હોય ત્યારે ખેડૂતો અને મહેસૂલ અધિકારીઓ વચ્ચે મતભેદ થવાની શક્યતા રહેતી હતી.

હવે મહેસૂલ વિભાગે આ મૂંઝવણ દૂર કરવા માટે સ્પષ્ટ માપદંડ નક્કી કર્યા છે. જેમાં સંબંધિત હુકમમાં દર્શાવેલી ડીમ્ડ પરચેઝની તારીખ અથવા પહાણીપત્રકમાં નોંધાયેલા કબજાના વર્ષને આધાર બનાવવામાં આવશે. જ્યારે બીજી કેટેગરીની જમીન માટે ફાળવણીના હુકમની તારીખને કબજાની શરૂઆત ગણવામાં આવશે.

પ્રીમિયમની ગણતરીમાં હવે એકસરખો માપદંડ રહેશે

મહેસૂલ વિભાગ આ નવી સ્પષ્ટતા સાથે અગાઉના પરિપત્રની જોગવાઈઓમાં પણ સુધારો કર્યો છે. આ નિર્ણયથી ગણોતધારા હેઠળ જમીન મેળવનારા ખેડૂતોને પ્રીમિયમની ગણતરી અંગે વધુ સ્પષ્ટતા મળશે.

ખાસ કરીને કબજાની તારીખ નક્કી કરવામાં થતી મૂંઝવણ દૂર થવાથી જમીન સંબંધિત કામગીરીમાં પારદર્શિતા વધશે. ખેડૂતો અને મહેસૂલ અધિકારીઓ બંને માટે એકસરખો માપદંડ લાગુ પડશે, જેના કારણે ભવિષ્યમાં આ મુદ્દે થતા વિવાદોમાં ઘટાડો થવાની શક્યતા છે.

નોંધ: જમીનના ચોક્કસ કિસ્સામાં પ્રીમિયમ અને વેચાણ સંબંધિત નિયમો લાગુ પડતા હોય તો સંબંધિત સરકારી પરિપત્ર અને જમીનના મૂળ હુકમની ચકાસણી કરવી જરૂરી છે.

આ પણ વાંચો: GUJCOST: ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક, National Children’s Science Congress 2026 માટે 15 ઓગસ્ટ સુધી મફત નોંધણી

Related News