Home ગુજરાત સમાચાર Badnawar Ujjain Highway Accident: મહાકાલના દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા વડોદરાના 6 યુવકોનાં મોત
ગુજરાત સમાચાર

Badnawar Ujjain Highway Accident: મહાકાલના દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા વડોદરાના 6 યુવકોનાં મોત

Share this article WhatsApp Facebook Telegram

Badnawar Ujjain Highway Accident: મધ્યપ્રદેશના બદનાવર-ઉજ્જૈન ફોરલેન હાઈવે પર રવિવારે બપોરે એક ભયાનક અકસ્માતમાં વડોદરાના છ યુવકોનાં મોત થયા છે. પંચકવાસા ગામ પાસે બપોરે લગભગ 1 વાગ્યાના અરસામાં એક ઈકો વાન અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ટ્રક રોંગ સાઈડથી આવી રહ્યો હતો.

ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો વાનનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો. વાનમાં સવાર તમામ છ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. અકસ્માત બાદ કેટલાક મૃતદેહો વાનમાં જ ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે પોલીસે અને સ્થાનિક લોકોએ ભારે મહેનત કરવી પડી હતી.

મળતી માહિતી પ્રમાણે, છેય યુવકો ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કર્યા બાદ ગુજરાતમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. પરંતુ રસ્તામાં બનેલા આ અકસ્માતે પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી.

તમામ મૃતકો વડોદરાના રહેવાસી

અકસ્મતમાં જીવ ગુમાવનારા તમામ છ યુવકો ગુજરાતના વડોદરા શહેરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં જ બદનાવર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બદનાવર ટીઆઈ અમિત સિંહ કુશવાહ અને સુરેશ નાગર સહિતના પોલીસ કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.

સ્થાનિક ગ્રામજનો પણ પોલીસની મદદે આવ્યા હતા. વાનની હાલત એટલી ખરાબ હતી કે અંદર ફસાયેલા મૃતદેહોને સામાન્ય રીતે બહાર કાઢવા મુશ્કેલી પડી રહી હતી. બે મૃતદેહોને બહાર કાઢવા માટે ગ્રાઈન્ડરથી વાનનો ભાગ કાપવો પડ્યો હતો.

પોલીસે પરિવારજનોનો સંપર્ક કરીને તેમને અકસ્માતની જાણ કરી દીધી છે.

રોંગ સાઈડથી આવી રહેલા ટ્રકે ઈકોને મારી ટક્કર

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, અકસ્માતમાં સામેલ ટ્રક નંબર GJ 39 DB 9248 હતો. ટ્રકમાં લોખંડનો સામાન ભરેલો હતો અને તે બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર રોંગ સાઈડથી ઉજ્જૈન તરફ જઈ રહ્યો હતો.

બીજી તરફ GJ 17 CK 6134 નંબરની મારુતિ ઈકો વાન ઉજ્જૈનથી ગુજરાત તરફ આવી રહી હતી. બંને વાહનો સામસામે આવતા જ જોરદાર ટક્કર થઈ હતી.

અકસ્મત બાદ ટ્રકનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. હવે પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Badnawar Ujjain Highway Accident-કારમાં ફસાયા હતા મૃતદેહો

અકસ્મત સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ લગભગ 10 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ઈકો વાનનો કાચ તોડીને પોલીસ અને સ્થાનિક લોકોએ અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વાનનો મોટો ભાગ દબાઈ ગયો હતો અને મૃતદેહોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી.

બચાવ કામગીરી દરમિયાન પોલીસ ટીમ સાથે SDM પ્રિયંકા મિમરોડ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિની માહિતી મેળવી હતી.

આ પણ વાંચો: Aliyabada Jamnagar Railway: સૌરાષ્ટ્રના રેલવે મુસાફરો માટે મોટી રાહત, અલિયાબાડા-જામનગર વચ્ચે ડબલ ટ્રેકને મંજૂરી

અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ

ભયાનક અકસ્માતના કારણે બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર થોડા સમય માટે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. અકસ્માતના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાતા પોલીસની ટીમે સ્થિતિ સંભાળી હતી અને બાદમાં રસ્તા પરથી વાહનોની અવરજવર ફરી શરૂ કરાવી હતી.

પોલીસે મૃતકોનું પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ તમામ મૃતદેહોને બદનાવર સિવિલ હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

મહાકાલના દર્શન કરીને ખુશીથી ગુજરાત પરત ફરી રહેલા છ યુવકો સાથે બનેલી આ ઘટનાથી વડોદરા સહિત તેમના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માતમાં છ યુવાનોના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આ પણ વાંચો: Jetpur PGVCL scam: જેતપુર PGVCLમાં રૂ. 80 લાખના મટિરિયલ કૌભાંડનો પર્દાફાશ, ડેપ્યુટી ઈજનેર સહિત 5 કર્મચારી સસ્પેન્ડ

Related News