વારંવાર ફોન કરીને ગાળો અને અભદ્ર વાતો કરે તો ઓનલાઈન ફરિયાદ ક્યાં કરવી? જાણો સંપૂર્ણ રીત Cyber Crime

Cyber Crime: આજના સમયમાં મોબાઇલ ફોન દરેક વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. પરંતુ કેટલીકવાર અજાણ્યા નંબર પરથી વારંવાર ફોન કરીને પરેશાન કરવો, મહિલાઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરવી, ગાળો આપવી અથવા ધમકી આપવાની ઘટનાઓ પણ સામે આવે છે આવી ઘટના ને Cyber Crime કહેવાય છે. આવી સ્થિતિમાં માત્ર નંબર બ્લોક કરીને બેસી રહેવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ સતત ફોન કરીને હેરાન કરે છે, તો તેની સામે ઓનલાઈન ફરિયાદ પણ કરી શકાય છે.
મહિલાઓને વારંવાર ફોન કરીને હેરાન કરવામાં આવે તો શું કરવું?
જો કોઈ વ્યક્તિ કોઈ મહિલા કે અન્ય વ્યક્તિને વારંવાર ફોન કરે છે અને ફોન પર ગંદી ગાળો, અપમાનજનક શબ્દો અથવા અભદ્ર વાતો કરે છે, તો સૌપ્રથમ આવા કોલના પુરાવા સાચવી રાખવા જરૂરી છે. ફોન નંબરનો સ્ક્રીનશોટ, કોલ હિસ્ટ્રી, કોલની તારીખ અને સમય તથા કોઈ મેસેજ હોય તો તેના સ્ક્રીનશોટ સાચવી રાખવા જોઈએ.
જો કોલ દરમિયાન ધમકી આપવામાં આવી હોય અથવા અત્યંત ગંભીર પ્રકારની હેરાનગતિ કરવામાં આવી હોય, તો ઉપલબ્ધ હોય તો કોલ રેકોર્ડિંગ પણ સાચવી રાખવી ઉપયોગી બની શકે છે.
Cyber Crime Portal પર ઓનલાઈન ફરિયાદ કરી શકાય
આ પ્રકારની ઓનલાઈન હેરાનગતિ માટે ભારત સરકારના National Cyber Crime Reporting Portal પર ફરિયાદ નોંધાવી શકાય છે. તેની સત્તાવાર વેબસાઇટ પર જઈને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી શકાય છે.
ફરિયાદ કરતી વખતે ફરિયાદી પાસેથી ઘટનાની વિગતો, મોબાઇલ નંબર અને ઉપલબ્ધ પુરાવા જેવી માહિતી માંગવામાં આવી શકે છે. તેથી ફરિયાદ કરતા પહેલા તમામ પુરાવા એક જગ્યાએ તૈયાર રાખવા વધુ સારું રહે છે.
ફરિયાદમાં કઈ માહિતી આપવી?
ફરિયાદ કરતી વખતે ઘટના ક્યારે શરૂ થઈ, કેટલા દિવસથી ફોન આવી રહ્યા છે અને દિવસમાં કેટલી વખત ફોન આવે છે જેવી વિગતો સ્પષ્ટ રીતે લખવી જોઈએ. સાથે જ કયા નંબર પરથી કોલ આવ્યો છે તેની માહિતી પણ આપવી જોઈએ.
જો ફોન કરનાર વ્યક્તિએ ગાળો આપવા ઉપરાંત ધમકી આપી હોય, તો ફરિયાદમાં તે વાત ખાસ સ્પષ્ટ કરવી જરૂરી છે. WhatsApp અથવા SMS દ્વારા પણ કોઈ અભદ્ર મેસેજ મોકલવામાં આવ્યા હોય તો તેના સ્ક્રીનશોટ ફરિયાદ સાથે રાખી શકાય છે.
આ પણ વાંચો: LPG Cylinder E KYC Deadline Alert: LPG ગ્રાહકો સાવધાન! e-KYC બાકી હોય તો તરત કરી લો આ કામ
નંબર બ્લોક કરતા પહેલા પુરાવા સાચવો
હેરાન કરનાર નંબરને બ્લોક કરવો એક સરળ ઉપાય છે, પરંતુ ફરિયાદ કરવાની હોય તો પહેલાં કોલ હિસ્ટ્રી અને અન્ય પુરાવા સાચવી લેવા જોઈએ. વારંવાર નંબર બદલાઈને ફોન આવતા હોય તો દરેક નંબરની અલગથી નોંધ રાખવી પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ગંભીર ધમકી હોય તો પોલીસનો સંપર્ક કરો
જો ફોન કરનાર વ્યક્તિ જાનથી મારી નાખવાની, શારીરિક નુકસાન કરવાની અથવા ઘરમાં આવીને નુકસાન કરવાની ધમકી આપે છે, તો મામલો ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં માત્ર ઓનલાઈન ફરિયાદ પર નિર્ભર ન રહેતા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો યોગ્ય છે. તાત્કાલિક જોખમ હોય તો ઇમરજન્સી પોલીસ મદદ લેવી જોઈએ.
વારંવાર ફોન કરીને ગાળો આપવી કે મહિલાઓને અભદ્ર રીતે પરેશાન કરવી સામાન્ય બાબત નથી. આવી ઘટનામાં ડરવાને બદલે પુરાવા સાચવીને યોગ્ય જગ્યાએ ફરિયાદ કરવી વધુ યોગ્ય રસ્તો છે.
આ પણ વાંચો: Centers of Excellence: ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો નવો અધ્યાય, 4 જિલ્લામાં બનશે ખાસ કેન્દ્રો