Vaibhav Sooryavanshi: UAE ને વૈભવે ધમરોળીનાખ્યું, એક જ ઇનિંગમાં વર્ષો ના ODI અનેક વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યા

Vaibhav Sooryavanshi એ UAE સામે એવી ધમાકેદાર બેટિંગ કરી કે મેદાનમાં જાણે છગ્ગાનો વરસાદ વરસાવી દીધો હોય. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની મેચમાં 15 વર્ષના વૈભવે માત્ર 53 બોલમાં 204 રન ફટકારી દીધા. આ ઇનિંગમાં તેણે 28 છગ્ગા લગાવીને લિસ્ટ-A ક્રિકેટના અનેક જૂના રેકોર્ડ તોડી નવા કીર્તિમાન સ્થાપિત કર્યા.
વૈભવની બેટિંગ જોઈને UAEના બોલરો પાસે જાણે કોઈ જવાબ જ નહોતો રહ્યો. એક પછી એક બોલ બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો અને જોતજોતામાં વૈભવે સદી, 150 રન અને બેવડી સદીના રેકોર્ડ પોતાના નામે કરી દીધા. તેની આ વિસ્ફોટક ઇનિંગની ચર્ચા હવે ક્રિકેટ જગતમાં જોરશોરથી થઈ રહી છે.
વૈભવ સૂર્યવંશીએ એક પછી એક રેકોર્ડ તોડ્યા
કતારના દોહામાં રમાયેલી UAE સામેની મેચમાં વૈભવે લિસ્ટ-A ક્રિકેટમાં એવી બેટિંગ કરી કે અગાઉના અનેક રેકોર્ડ પાછળ રહી ગયા. 50 ઓવરના ફોર્મેટમાં તેની આ ઇનિંગ લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.
સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો
વૈભવ સૂર્યવંશીએ માત્ર 28 બોલમાં સદી પૂરી કરીને લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર-મેકગર્કનો 29 બોલમાં સદી કરવાનો રેકોર્ડ તોડી નાખ્યો.
માત્ર 40 બોલમાં 150 રન
સદી કર્યા પછી પણ વૈભવ અટક્યો નહીં. તેણે આક્રમક બેટિંગ ચાલુ રાખી અને માત્ર 40 બોલમાં 150 રન પૂરા કરી દીધા. આ સાથે અગાઉ 59 બોલમાં 150 રનનો પોતાનો જ રેકોર્ડ પાછળ છોડી દીધો.
52 બોલમાં બેવડી સદી ફટકારી
વૈભવની બેટિંગનો સૌથી મોટો ધમાકો ત્યારે જોવા મળ્યો, જ્યારે તેણે માત્ર 52 બોલમાં 200 રન પૂરા કરી દીધા. લિસ્ટ-A ક્રિકેટમાં આ સૌથી ઝડપી બેવડી સદી બની. અગાઉ ન્યૂઝીલેન્ડના ચાડ બોવ્સે 103 બોલમાં બેવડી સદી ફટકારી હતી, પણ વૈભવે આ રેકોર્ડને પણ પાછળ છોડી દીધો.
એક ઇનિંગમાં 28 છગ્ગા, બોલરોની હાલત ખરાબ
વૈભવે પોતાની 204 રનની ઇનિંગ દરમિયાન કુલ 28 છગ્ગા ફટકાર્યા. લિસ્ટ-A ક્રિકેટની એક ઇનિંગમાં આ સૌથી વધુ છગ્ગા છે. અગાઉ ડાર્સી શોર્ટના નામે 23 છગ્ગાનો રેકોર્ડ હતો.
એટલું જ નહીં, એક વનડે ઇનિંગમાં કોઈ ટીમ દ્વારા ફટકારવામાં આવેલા છગ્ગાના રેકોર્ડને પણ વૈભવે એકલા હાથે પાછળ છોડી દીધો. અગાઉ ઇંગ્લેન્ડે નેધરલેન્ડ સામે એક ઇનિંગમાં 26 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે વૈભવે એકલા જ 28 છગ્ગા મારી દીધા.
આ પણ વાંચો: કુમાર કુશાગ્ર Kumar Kushagra Century: પિતાની મહેનત, ધોની-ઈશાનની પ્રેરણા અને કુશાગ્રની શાનદાર સદી
ઇન્ડિયા-A એ પણ બનાવ્યો નવો રેકોર્ડ
વૈભવની આ તોફાની બેટિંગની મદદથી ઇન્ડિયા-A ટીમે પણ છગ્ગાના મામલે નવો ટીમ રેકોર્ડ બનાવ્યો. આખી ટીમે મળીને ઇનિંગમાં 31 છગ્ગા ફટકાર્યા.
250 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇન્ડિયા-A ટીમે માત્ર 14.2 ઓવરમાં મેચ પૂરી કરી દીધી. આ સાથે લિસ્ટ-A ક્રિકેટમાં 200 કે તેથી વધુ રનના લક્ષ્યાંકનો સૌથી ઝડપી પીછો કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો. અગાઉ આ રેકોર્ડ 20 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો.
વૈભવની બેટિંગથી ક્રિકેટ જગત ચોંકી ગયું
વૈભવ સૂર્યવંશી નાની ઉંમરથી જ પોતાની આક્રમક બેટિંગને લઈને ચર્ચામાં રહ્યો છે, પણ UAE સામેની આ ઇનિંગે તેની ક્ષમતાનો નવો પરિચય કરાવ્યો છે. માત્ર 53 બોલમાં 204 રન, 28 છગ્ગા અને એક જ મેચમાં અનેક વર્લ્ડ રેકોર્ડ-આ આંકડા જ તેની બેટિંગની તાકાત બતાવવા પૂરતા છે.
આવી ઇનિંગ રમ્યા પછી વૈભવનું નામ ફરી એકવાર દુનિયાભરના ક્રિકેટ ચાહકોની ચર્ચામાં આવી ગયું છે. હવે જોવાનું એ રહેશે કે આ યુવા ખેલાડી આગામી મેચોમાં પણ આવો જ ધમાકો કરી શકે છે કે નહીં.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi એ 28 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીનો વિશ્વવિક્રમ તોડ્યો
We’ve run out of adjectives! 😅 ONE WORD for this performance? ✍️👇 Scorecard ▶️ https://t.co/6Vwvc5BnWQ #TeamIndia | #RisingStarsAsiaCup | #INDAvUAE https://t.co/skUZCGJtFy
— BCCI (@BCCI) November 24, 2026